-->


અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

PM કિસાન યોજનાનો 12મો હપ્તો આ તારીખે ખાતામાં જમા થશે.

પીએમ કિસાન યોજનાનો ૧૧મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે. PM કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં દર 4 મહિને ૱ ૨,૦૦૦ જમા કરે છે. વર્ષ દરમિયાન કુલ ૱ ૬,૦૦૦ ખેડૂતના ખાતામાં જમાં કરવામાં આવે છે.

પીએમ કિસાન યોજનાના ૧૧માં હપ્તા બાદ હવે 12માં હપ્તા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાન યોજનાનો ૧૨મો હપ્તો ક્યારે જમાં કરવામાં આવશે તેની સંભવિત તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ તેની પહેલાં એક મહત્વની કામ કરવું પડશે, નહિ તો તમારા ખાતામાં ૧૨મો હપ્તો જમાં નહિ થાય.
પીએમ કિસાન યોજનાનો ૧૨મો હપ્તો ક્યારે આવશે ?

PM કિસાન યોજનાના 12માં હપ્તાનો સમયગાળો  1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચેનો છે. આ વર્ષ 1લી એપ્રિલથી 31મી જુલાઈ પ્રથમ હપ્તો, 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે બીજો હપ્તો, જ્યારે 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે ત્રીજો હપ્તો જમાં કરવામાં આવશે.

તમે જાણો છો તેમ 31 મે 2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિમલાથી PM કિસાન યોજનાનો 11મો હપ્તો જમાં કરવામાં આવ્યો હતો. હવે એવી માહિતી મળી રહી છે કે 12મો હપ્તો 1 સપ્ટેમ્બર, 2022ના રોજ ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવશે.

PM કિસાન યોજનાનો 12મો હપ્તો કેટલા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તેનું લીસ્ટ પણ જાહેર થઈ ગયું છે.

પીએમ કિસાન 12માં હપ્તાનું લીસ્ટ

PM કિસાન યોજનાની ઓફીસિયલ વેબસાઈટ pmkisan.gov.in પર 12મો હપ્તો કેટલા ખેડૂતોના ખાતામાં જમા થશે તેનું લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચેના સ્ટેપ મુજબ તમે તમારું નામ આ લિસ્ટમાં છેકે નથી તે ચેક કરી શકો છો:

  • સૌપ્રથમ PM કિસાન યોજનાની વેબસાઈટ pmkisan.gov.inપર જાઓ.
  • ત્યારબાદ Beneficiary List પર ક્લિક કરો જેથી નવું પેજ ખુલશે.
  • આ પેજ પર સૌપ્રથમ તમારું રાજ્ય, ત્યારબાદ જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો.
  • હવે Get Report બટન પર ક્લિક કરો, જેથી તમારી સામે તમારા ગામના ખેડૂતનું લીસ્ટ ખુલશે.
  • આ લિસ્ટમાં તમારું નામ છે કે નહિ તે ચેક કરો. જો તમારૂ નામ ન હોય તો તમારી eKyc પૂર્ણ કરો.

PM Kisan eKyc

ઘણા બધા આ યોજના માટે અયોગ્ય લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે તેવા લોકોને અટકાવવા માટે સરકારે eKYC ફરજિયાત કરેલ છે. પીએમ કિસાન ekyc કરવા માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે, ત્યાં સુધી KYc ના કરનાર ખેડૂતના ખાતામાં નાણાં જમા કરવામાં નહિ આવે. e KYC કરવી ખૂબ જ સરળ છે, અહી આપેલા સ્ટેપ અનુસરીને તમે જાતે જ ekyv કરી શકો છો.

  • સૌપ્રથમ PM કિસાન ની વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • ત્યાં ekyc ઓપ્શન સિલેક્ટ કરો, અથવા આ લિંક પર જાઓ : અહી ક્લિક કરો.
  • નવું પેજ ખુલે તેના પર તમારો આધારકાર્ડ નંબર નાખો અને Search બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • આ OTP નાખશો એટલે તમારી ekyc પૂર્ણ થઈ જશે.

PM કિસાન યોજના શું છે ?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કેન્દ્ર સરકાર સહાય આપી ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવે છે. આ યોજના હેઠળ સરકાર વર્ષ દરમિયાન ખેડૂતોના ખાતામાં ૱ 2,000 ના ત્રણ હપ્તા સ્વરૂપે કુલ ૱ 6,000 જમાં કરે છે. અત્યાર સુધી આ યોજના કુલ ૧૧ હપ્તા ખેડુતોના ખાતામાં સફળતા પૂર્વક જમાં કરી દેવામાં આવ્યા છે. જ્યારે 1 સપ્ટેમ્બર ના રોજ ૧૨મો હપ્તો પણ જમાં કરવામાં આવશે.

આ યોજના હેઠળ અત્યાર સુધી જમાં થયેલ ખાતાની સંખ્યા નીચે મુજબ છે.

સમય ગાળો : ખાતાની સંખ્યા

APR-JUL 2022-23 : 10,77,13,599
DEC-MAR 2021-22 : 11,14,75,003
AUG-NOV 2021-22 : 11,18,58,990
APR-JUL 2021-22 : 11,15,95,882
DEC-MAR 2020-21 : 10,23,52,366
AUG-NOV 2020-21 : 10,23,45,705
APR-JUL 2020-21 : 10,49,33,354
DEC-MAR 2019-20 : 8,96,27,008
AUG-NOV 2019-20 : 8,76,29,541
APR-JUL 2019-20 : 6,63,57,756
DEC-MAR 2018-19 : 3,16,13,704

અન્ય માહિતી

પીએમ કિસાન યોજના ૧૨માં હપ્તા અને ekyc વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

FAQ

પીએમ કિસાન યોજનાનો ૧૨મો હપ્તો કયારે જમા થશે?
આ યોજનાનો ૧૨મો હપ્તો 1 સપ્ટેમ્બર, 2022 ના રોજ જમા થશે.

શું PM કિસાન યોજના માટે eKYC કરવું જરૂરી છે ?
હા, PM કિસાન યોજનાનો લાભ મેળવતા રહેવા માટે eKYC કરવું જરૂરી છે.

PM કિસાન યોજના માટે eKYC કરવાની છેલ્લી તારીખ કઈ છે?
31 જુલાઈ, 2022

PM કિસાન યોજના થકી કેટલા રૂપિયાની સહાય મળે છે?
આ યોજના થકી વાર્ષિક રૂ. 6000 ની સહાય મળે છે.