-->


જોડાવો WhatsApp ગ્રૂપમાં

Join Now

GSSSB Recruitment: ગૌણ સેવા મા થશે ક્લાર્કની 6000 ની ભરતી, પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દો

 GSSSB Recruitment: ગૌણ સેવા ભરતી: GSSSB Gujarat Subordinate Service Selection Board એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ વિ 2 ભરતી પરીક્ષાઓ યોજીને સરકારી ભરતી કરવામા આવે છે. ગૌણ સેવા મા અવારનવાર માટી ભરતીઓ આવતી રહે છે. ત્યારે સરકારીસરકારી ભરતીઓની તૈયારી કરતા યુવાનો માટે ખુશ ખબર છે. ગૌણ સેવા ફરી એક વખત મોટી ભરતી કરવા જઇ રહ્યુ છે. જેમા ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક જેવી 6000 જગ્યાઓ માટે ટૂંક સમયમા ભરતી આવનારી છે. ચાલો જાણીએ આ અંગે મંડળ ના સચિવશ્રી હસમુખ પટેલે શું કહ્યુ.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 6 હજાર જગ્યા પર થશે ભરતી

ગૌણ સેવા પસંદગી મંડળ કરશે મોટી ભરતી ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર થશે ભરતી

સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 કે 1500 નહીં પરંતુ 6000 પદો પર મોટી ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ સાહેબે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની મોટી ભરતી કરવામાં આવનાર છે.

પ્રિલિમનરી પરીક્ષા

સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ તેવુ હાલ આયોજન કરવામા આવી રહ્યુ છે. આ અંગે હસમુખ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ગૌણ સેવા દ્વારા ભરવામા આવનાર છે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાય તેવુ હાલ મંડળનુ આયોજન છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવામા આવશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વર્ગ 3 માટે પસંદગી પ્રક્રિયા અને ભરતી નિયમો હાલ બદલાયા છે. જેમા 2 પરીક્ષા લઇ પસંદગી કરવાની જોગવાઇ કરવામા આવી છે. અગાઉ વર્ગ 3 માટે 1 જ પરીક્ષા લઇ પસંદગી કરવામા આવતી હતી.

ગૃપવાઇઝ પરીક્ષા

ગ્રુપ પ્રમાણે આ ભરતીપ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.

આ અંગે તેમણે જણાવ્યું કે, 18 મે એ રાજ્ય સરકારે વર્ગ 3 ની પરીક્ષાને લઈ નવા નિયમો અમલી બનાવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ક્લાસ 3 માટે પરીક્ષા લે છે, એમાં આ મુજબ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ગ્રુપ A અને ગ્રુપ B. આ પ્રમાણે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે. ગ્રુપ A માં ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર ઓફિસના ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ B માં ખાતાના વડાની કચેરીના જુનિયર ક્લાર્કનો સમાવેશ કરવામા આવ્યો છે.

2 તબક્કામા પરીક્ષા

સીધી ભરતી માટેની આ પરીક્ષાઓ 2 તબક્કામાં લેવાશે. પ્રિલિમ પરીક્ષા બંને ગૃપ માટે કોમન જ લેવામા આવશે. MCQ આધારિત 100 ગુણનું પેપર રહેશે. પ્રિલિમના પરિણામ બાદ એ અને બી ગ્રુપની મુખ્ય પરીક્ષા લેવામા આવશે. મેઈન એક્ઝામ માટે ઉમેદવારને એ, બી અથવા બંને ગ્રુપ ની પસંદગી કરવાનો ઓપ્શન આપવામાં આવશે અને ફરીથી ફોર્મ ભરાવવામાં આવશે.

મુખ્ય પરીક્ષા

ગ્રુપ B ની મેઈન પરીક્ષાનું પેપર 200 માર્ક્સનું લેવામા આવશે.

ગ્રુપ B ની મેઈન પરીક્ષા MCQ આધારિત હશે.

આ પેપર 200 માર્ક્સનું હશે તેના માટે 120 મિનિટ નો સમય આપવામા આવશે. ગ્રુપ A માટે મુખ્ય પરીક્ષામા વર્ણનાત્મક ત્રણ પેપર આપવાના રહેશે. જેમા ગુજરાતીનું પેપર 100 માર્ક્સ, અંગ્રેજી 100 માર્ક અને જનરલ સ્ટડી નુ પેપર 150 માર્ક્સનું રહેશે. આ પસંદગી યાદી બન્યા બાદ ગ્રુપ A અને B માટે ઉમેદવારને નિમણૂક માટેના ભલામણ પત્રો આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ નવા ભરતી નિયમો અંતર્ગત વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં અને આ વખતે દરેક કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.